MRI-માર્ગદર્શિત સ્તન બાયોપ્સી

આ માહિતી તમને તમારા સ્તનની મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજીંગ (MRI) માર્ગદર્શિત બાયોપ્સી માટે તૈયાર થવામાં મદદ કરશે.

Back to top

તમારી સ્તન બાયોપ્સી વિશે

તમારા રેડિયોલોજિસ્ટે (એવા ડૉક્ટર જેઓ ઇમેજ-ગાઇડેડ પ્રોસીઝરમાં નિષ્ણાત છે) ભલામણ કરેલ છે કે તમારે MRI-માર્ગદર્શિત સ્તન બાયોપ્સી કરાવવાની રહેશે. કેન્સરનું પરીક્ષણ કરવા તમારા સ્તનમાંથી પેશીના સેમ્પલ લેવા માટે સ્તનની બાયોપ્સી કરવામાં આવે છે.

બાયોપ્સી માટે સૌ પહેલા તમારા સ્તનનો ચોક્કસ ભાગ શોધી કાઢવા તમારે MRI કરાવવાનું રહેશે. MRI એક એવું પરીક્ષણ છે જે તમારા શરીરની અંદરના ભાગોના ચિત્રો લેવા મજબૂત ચુંબકીય ક્ષેત્રોનો ઉપયોગ કરે છે.

એક વાર બાયોપ્સીનો ભાગ મળી જાય પછી તમારા રેડિયોલોજિસ્ટ એક પાતળી સોય તમારા સ્તનમાં દાખલ કરશે. તે પેશી અથવા કોષોનો એક નમૂનો બહાર કાઢશે. ત્યારબાદ કેન્સર માટે આ નમૂનાની તપાસ કરવામાં આવે છે. તમારી બાયોપ્સી પછી તમારો મેમોગ્રામ કરવામાં આવશે.

જો તમને નીચે દર્શાવેલમાંથી કોઈ ડિવાઈસ મૂકેલ હોય તો 646-227-2323 પર કોલ કરો. MRI કરાવવું તમારા માટે સુરક્ષિત ન પણ હોઈ શકે.

 • પેસમેકર
 • ઓટોમેટિક ઇમ્પ્લાન્ટેબલ કાર્ડિયોવાસ્ક્યુલર-ડેફિબ્રિલેટર (AICD)
 • બ્રેસ્ટ ટીસ્યુ એક્સપાન્ડર
 • એન્યુરીઝમ ક્લિપ

જો MRI તમારા માટે સુરક્ષિત નથી, તો તમારા ડૉક્ટર બીજા કોઈ પરીક્ષણનો આદેશ આપશે. તમારા MRI વિશે તમને જો બીજા કોઈ પ્રશ્નો હોય તો તમારા ડૉક્ટરની ઓફિસને કોલ કરો.

Back to top

તમારી પ્રક્રિયા પહેલા

તમારા MRI માટે તૈયાર થવું

 • જો તમને કોઈ મેડિકલ ઇમ્પ્લાન્ટ કે ડિવાઈસ મૂકેલ છે, તો એના ચોક્કસ નામ અને ઉત્પાદક માટે જે ડૉક્ટરે એ મૂક્યું છે એને પૂછો. તમારા MRI પહેલા જો આ માહિતી તમારી પાસે નથી, તો તમે એ દિવસે એ કરાવી શકશો નહીં.
 • MRI ના દિવસે તમારે તમારો ચહેરો નીચે પેટ તરફ રાખીને તમારા હાથ તમારા માથા ઉપર રહે તેમ લગભગ 1 કલાક સુધી રહેવાનુ થશે. તમારા સ્તનને ટેબલમાં કુશન વાળા હોલની અંદર ફીટ કરવામાં આવશે. જો તમને લાગે કે આ રીતે સ્થિર બેસી રહેવાથી તમને અસ્વસ્થતા લાગશે અથવા જો તમે સાંકડી કે નાની જગ્યામાં રહેવાથી ગભરાતા હોવ તો એ પહેલા તમારા ડૉક્ટર અથવા નર્સને વાત કરો. તેઓ તમને વધારે આરામદાયક અનુભવવામાં મદદ કરે એવી દવાઓ લખી આપશે.
 • જો તમારી ત્વચા પર મેડિકેશન પેચ લગાવેલ હોય તો તમારા MRI પહેલા એને દૂર કરવાની જરૂર પડી શકે છે. આ એટલા માટે કારણ કે પેચમાં રહેલ મેટલ તમારા MRI દરમિયાન ગરમ થઈ શકે છે અને તમને દઝાડી શકે છે. ખાતરી કરો કે તમારા MRI પછી લગાવવા માટે તમારી પાસે વધારાના મેડિકેશન પેચ છે.

તમારી ત્વચા ઉપરથી ઉપકરણોને દૂર કરો

જો તમે તમારી ત્વચા પર નીચેનામાંથી કોઈપણ ઉપકરણો પહેરેલા હોય તો, ઉત્પાદક તમને તમારા સ્કેન અથવા કાર્યવાહી પહેલાં તેને દૂર કરવાની ભલામણ કરે છે:

 • સતત ગ્લુકોઝ મોનિટર (સીજીએમ)
 • ઇન્સ્યુલિન પંપ

તમારે તમારા ઉપકરણને બદલવાની જરૂર હોય તે તારીખની નજીક તમારી અપોઇન્ટમેન્ટના શેડ્યૂલ વિશે તમારા આરોગ્યસંભાળ પ્રદાતા સાથે વાત કરો. ખાતરી કરી લો કે તમારી પાસે તમારી સ્કેન અથવા પ્રક્રિયા પછી ચાલુ કરવા માટે તમારી સાથે એક વધારાનું ઉપકરણ છે.

જો તમને ખાતરી ન હોય કે તમારું ઉપકરણ બંધ હોય ત્યારે તમારા ગ્લુકોઝનું સંચાલન કેવી રીતે કરવું, હેલ્થકેર પ્રદાતા સાથે વાત કરો જે તમારી નિમણૂક પહેલાં તમારી ડાયાબિટીસ સંભાળનું સંચાલન કરે છે.

રાહત આપતી કસરતોની પ્રેક્ટિસ કરો.

MRI મશીન સ્કેન દરમિયાન બહુ મોટો અવાજ કરે છે. આ વીડિયો રાહત આપતી કસરતો દર્શાવે છે જેની પ્રેક્ટિસ તમે તમારા MRI પહેલા કરી શકો છો. વધુ હળવાશનો અનુભવ કરવા તમે તમારા સ્કેન દરમિયાન આ કસરતો કરી શકો છો.

તમારા MRI પહેલા ઇન્જેક્શનો

કોન્ટ્રાસ્ટ ડાઈ

કોન્ટ્રાસ્ટ ડાઈ એવા વિશેષ રંગ છે જે તમારા ડૉક્ટર માટે તમારા શરીરમાં ફેરફારોને જોવાનું કામ વધુ સરળ બનાવે છે. તમને તમારું IV કોન્ટ્રાસ્ટ આપવા તમારા નર્સ અથવા રેડિયોલિજિસ્ટ તમારા હાથમાં એક ઇન્ટ્રાવીનસ (IV) લાઈન દાખલ કરશે.

જો ભૂતકાળમાં કોન્ટ્રાસ્ટથી તમને રિએક્શન આવેલ હોય તો તમારા ડૉક્ટર અથવા નર્સને કહો.

 

સ્તનપાન

તમારા ડૉક્ટર અથવા નર્સ તમને પૂછશે કે શું તમે સગર્ભા છો અથવા તમને લાગે છે કે તમે સગર્ભા બનવાના છો.

સ્તનપાન કરાવતી વખતે કોન્ટ્રાસ્ટ લેવું સલામત છે. કેટલાક લોકો કોન્ટ્રાસ્ટ લીધા પછી 24 કલાક સુધી સ્તનપાન નહીં કરાવવાનું પસંદ કરતા હોય છે. જો તમે સ્તનપાન કરાવતા હોવ તો તમારા વિકલ્પો વિશે તમારા ડૉક્ટર સાથે વાત કરો.

Back to top

તમારી પ્રક્રિયાનો દિવસ

યાદ રાખવાની બાબતો

 • તમારા MRI ના સમય અને સ્થળ માટે તમારું પ્રિન્ટેડ રિમાઇન્ડર તપાસો. કૃપા કરીને તમારી અપોઈન્ટમેન્ટ સમયના 1 કલાક પહેલા આવી જાઓ.
 • જો તમે તમારી ત્વચા પર મેડિકેશન પેચ રાખતા હોવ તો બીજું વધારાનું એક પેચ તમારી સાથે લાવો.
 • તમને રાહત અનુભવવામાં મદદ કરવા જો તમારા ડૉક્ટરે દવા લખી આપી છે, તો તમારા MRI ના 30 થી 60 મિનિટ પહેલા એ લઈ લો.

શું અપેક્ષા રાખવી

જ્યારે તમે આવો

સ્કેનિંગ વિસ્તારમાં જતા પહેલા તમારે હોસ્પિટલનો ગાઉન પહેરી લેવાનો રહેશે. સલામતીના કારણોસર તમારે તમારા કપડાં, ક્રેડિટ કાર્ડ અને અન્ય કોઈપણ વસ્તુઓ (જેમ કે તમારો ફોન, ઘરેણાં, સિક્કાઓ અને ચશ્મા વગેરે) લોકરમાં મૂકવાના રહેશે. આ એટલા માટે કારણ કે જેમાં મેટલ હોય એવી નાની એવી વસ્તુ પણ ચુંબક તરફ ખેંચાઈ શકે છે. આ ચુંબક તમારા સેલ ફોન અને ક્રેડિટ કાર્ડને પણ નુકસાન કરી શકે છે.

તમારા ટેકનોલોજીસ્ટ તમને સ્કેનિંગ રૂમ તરફ લઈ જશે અને MRI ટેબલ પર આવવામાં તમને મદદ કરશે. MRI મશીન વિશાળ, ડોનટ આકારનું ચુંબક હોય છે. સ્કેન દરમિયાન તે ઘરઘરાટ જેવો બહુ મોટો અવાજ કરે છે. તમારા ટેકનોલોજીસ્ટ સંગીત સાંભળવા માટે તમને ઈયરપ્લગ્સ અથવા ઈયરફોન આપશે. તમારે તમારા પેટ તરફ ચહેરો રાખીને અને તમારા હાથ માથા ઉપર રાખીને આડા પડવાનું રહેશો.

તમારી પ્રક્રિયા દરમિયાન

એક વાર તમે MRI ટેબલ પર આરામદાયક સ્થિતિમાં આવી જાઓ પછી તમારા ટેકનોલોજીસ્ટ મશીનના ચુંબકીય ભાગને અંદર સરકાવશે અને સ્કેન શરૂ કરશે. સ્કેનની સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમે તમારા ટેકનોલોજીસ્ટ સાથે વાત કરી શકશો.

સ્થિર રહેવું અને સામાન્ય રીતે શ્વાસોચ્છવાસ લેવા એ અગત્યનું છે. તમારા સ્કેન દરમિયાન તમે ઈચ્છો તો તમારી રાહત આપતી કસરતો કરી શકો છો.

ફોટો લઈ શકાય એ માટે તમારા સ્તન(નો)ને દબાવવામાં આવશે. આ ફોટો તમારા રેડિયોજિસ્ટને બાયોપ્સી કરવા માટે જરૂરી ભાગ શોધી કાઢવામાં મદદ કરશે.

ટેબલને MRI મશીનમાંથી બહાર ખેંચી લેવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન તમને MRI મશીનમાં અંદર અને બહાર લઈ જવામાં આવશે. તમારા રેડિયોલોજીસ્ટ તમારા સ્તનમાં બાયોપ્સી કરવાનો ભાગ શોધી લે તે પછી તેઓ તમારા સ્તનની અંદર લોકલ એનેસ્થેટિક (શરીરના કોઈ ભાગને ખોટો પાડવાની દવા) નું એક ઇન્જેક્શન (શોટ) આપશે.

એ ભાગ ખોટો થઈ ગયા પછી, તમારા રેડિયોલોજીસ્ટ તમારા સ્તનમાં એક નાનકડો કાપો (સર્જિકલ કટ) મૂકશે અને એની અંદર એક પાતળી સોય દાખલ કરશે. તે પેશી અથવા કોષોના નમૂના બહાર કાઢશે. આ નમૂનાને કેન્સરના કોષોની તપાસ કરવા માટે પેથોલોજી વિભાગને મોકલવામાં આવશે.

તમારા ડૉક્ટરને બાયોપ્સી કરવાનો ભાગ ઓળખવામાં મદદ મળે એ માટે તમારા રેડિયોલોજીસ્ટ તમારા કાપાના ભાગ પર માર્કરથી એક નાનકડું નિશાન કરશે. તમે આ માર્કરને અનુભવી નહીં શકો. તમારા રેડિયોલોજીસ્ટ ત્યારબાદ તમારા કાપા ઉપર Steri-StripsTM (પેપર ટેપના પાતળા ટુકડા) મૂકશે.

તમારી પ્રક્રિયામાં 30 થી 60 મિનિટનો સમય લાગશે.

Back to top

તમારી પ્રક્રિયા પછી

 • તમારી પ્રક્રિયા પછી, તમારો બાયોપ્સી પછીનો મેમોગ્રામ કરવામાં આવશે. તમારા મેમોગ્રામ પછી તમારા ટેકનોલોજીસ્ટ તમારી Steri-Strips ની ઉપર એક બેન્ડેજ મૂકશે.
 • તમારી બાયોપ્સી માટેના શરીરના ભાગની કેવી રીતે સાર-સંભાળ લેવી તે અંગેની સૂચનાઓ માટે તમારી નર્સ તમને એક સ્ત્રોત Caring for Yourself After Your Image-Guided Breast Biopsy આપશે.
 • તમારા બાયોપ્સીના પરિણામો માટે તમારા રેડિયોલોજીસ્ટ 3 થી 5 કામકાજી દિવસમાં તમને બોલાવશે. તેઓ તમારા ડૉક્ટરને પણ એક રિપોર્ટ મોકલી આપશે. તમારા ડૉક્ટર તમારી બાયોપ્સીના પરિણામોનો ઉપયોગ તમારી સારવારનું આયોજન કરવામાં સહાયતા માટે કરશે.
Back to top

Last Updated