લીમ્ફોમા માટે તમારી કિમોથેરાપી સારવાર વિશે

આ માહિતી તમે જ્યારે મેમોરિયલ સ્લોઅન કેટરીંગ (MSK) માં તમે જ્યારે કિમોથેરાપી સારવાર શરૂ કરો છો ત્યારે તમારા સ્વાસ્થ્ય સારવાર પ્રદાતાને ક્યારે કોલ કરવો અને સારવાર દરમિયાન તમારે શું કરવું જોઈએ એ સહિત તમારે કઈ બાબતો જાણવી જોઈએ એ સમજાવે છે.

તમારી નર્સ તમને કઈ દવાઓ લેશો અને સારવાર દરમિયાન તમને કઈ આડઅસરો થઈ શકે છે એ સહિત તમારી કિમોથેરાપી સારવાર વિશે તમને માહિતી આપશે. કિમોથેરાપીની આડઅસરોને કેવી રીતે મેનેજ કરવી તે વિશે જાણવા કૃપા કરી રિસોર્સ Managing Your Chemotherapy Side Effects વાંચો.

Back to top

કિમોથેરાપી દરમિયાન કઈ બાબતોથી દૂર રહેવું

તમારી કિમોથેરાપી સારવાર દરમિયાન તમારે નીચેની બાબતોથી દૂર રહેવું જરૂરી છે:

 • તમામ પ્રકારની રસી. જો તમને રસી લેવાની જરૂર લાગે જેમ કે ઇન્ફ્લુએન્ઝા (ફ્લુ) અથવા Pneumovax®(ન્યુમોનિયા) રસી, તો કિમોથેરાપી શરૂ થાય એ પહેલા તમારે એ લેવાની જરૂર પડશે.
 • જેમને ચેપ હોય અથવા તાજેતરમાં ચેપ લાગ્યો હોય એવી કોઈપણ વ્યક્તિના સંપર્કમાં આવવું.
 • નિયમિત સફાઈ સહિત જરૂરી ન હોય એવી દાંતોની પ્રક્રિયા, સિવાય કે તમારા ડૉક્ટરે એ માટે હા પાડી હોય.
 • એસ્પિરિન, જેમાં એસ્પિરિન હોય એવી પ્રોડક્ટ્સ અથવા અન્ય નોન-સ્ટિરોઈડલ એન્ટિ-ઈન્ફ્લેમેટરી ડ્રગ્સ (NSAIDs) જેમ કે ઇબુપ્રોફેન.
 • કાઉન્ટર પર મળતી દવાઓ (પ્રિસ્ક્રિપ્શન વગર તમે જે દવાઓ ખરીદો છો), સિવાય કે તમારા ડૉક્ટર કે નર્સે એ માટે હા પાડી હોય.
 • કેટલાક ચોક્કસ પ્રકારના વિટામિનો કે સપ્લિમેન્ટ્સ લેવા. કેટલાક વિટામિનો કે સપ્લિમેન્ટ્સ તમારી સારવારને અસર કરી શકે છે. તમે જે વિટામિનો કે સપ્લિમેન્ટ્સ લઈ રહ્યા છો તે વિશે તમારા ડૉક્ટર સાથે વાત કરો.
 • એનિમા (મળનું હલનચલન કરાવવા માટે ગુદાની અંદર નાખવામાં આવતું પ્રવાહી), સપોઝીટરીઝ (તમારા ગુદાની અંદર દાખલ કરવામાં આવતી દવા) રેક્ટલ થર્મોમીટરનો ઉપયોગ કરવો.
 • ગર્ભવતી થવું.
 • સૂર્યસ્નાન લેવું. જો તમારે સૂર્યપ્રકાશમાં રહેવું જરૂરી છે તો 30 SPF અથવા તેથી વધુના સનબ્લોકનો ઉપયોગ કરો અને લાંબી બાંયના કપડાં અને ટોપી અથવા સ્કાર્ફ પહેરો. શક્ય હોય એટલા વધુ છાંયામાં રહો.
 • મેનિક્યોર કે પેડિક્યોર.
 • તમારા વાળને કલર કરાવવો.
 • ગરમ ટબ.
 • લાંબા અંતરની મુસાફરી કરવી. જો તમારે મુસાફરી કરવી પડે એમ હોય તો પહેલા તમારા ડૉક્ટર સાથે વાત કરો.

હાલમાં કોઈ વ્યક્તિને લાઈવ રસી (જેમ કે રોટાવાઇરસ અથવા ચિકનપોક્સ) આપવામાં આવી હોય એવી કોઈ વ્યક્તિના સંપર્કમાં તમે આવ્યા હો તો તમારા ડૉક્ટર પાસે તપાસ કરાવો.

Back to top

તમારા સ્વાસ્થ્ય સારવાર પ્રદાતાને ક્યારે કોલ કરવો

તમારા સ્વાસ્થ્ય સારવાર પ્રદાતાને કોલ કરો જો તમને:

 • 100.4° F (38° C) કે તેથી વધુ તાવ હોય
 • ચેપના લક્ષણો હોય જેમ કે:
  • ઉધરસ
  • ઝાડા (ઢીલા અથવા પાણી જેવા ઝાડા)
  • ઠંડી લાગવી
  • ફ્લુ જેવા લક્ષણો (જેમ કે કફ, ગળું સૂકાવું, નાક વહેવું, શરીરમાં કળતર, માથું દુ:ખવું, તાવ, સામાન્ય કરતા વધુ થાક લાગવો)
  • સામાન્ય કરતા વધારે વાર યુરિન (પેશાબ) કરવા જવાની જરૂર પડતી હોય
  • યુરિન (પેશાબ) કરતી વખતે બળતરા થવી.
  • તમારી ત્વચા પર લાલ, સૂજેલા અથવા નાજુક વિસ્તાર(રો)
 • રક્તસ્ત્રાવના લક્ષણો જેમ કે:
  • કાળો ઝાડો (મળ)
  • ઉઝરડા થવા
  • લાલાશ પડતા ચકામા જેના પર સ્પર્શની અસર ન થવી
  • નાકમાંથી લોહી વહેવું
 • 2 દિવસ સુધી આંતરડામાં મળનું હલનચલન ન થવું
 • તમારા હાથ અથવા પગમાં સોજો આવવા અથવા લાલાશ થવી
 • કંઈ ખાઈ કે પી ન શકવું
 • નવો અથવા વકરતો જતો દુ:ખાવો
 • તમારા દાંત અથવા મોંમા કોઈ તકલીફ ઉભી થવી.
દ્રશ્ય છાપ Back to top

સંપર્ક માહિતી

સંપર્ક નામ/ફોન નંબર
ડૉક્ટર  
મદદનીશ ચિકિત્સક  
નર્સ  
ચિકિત્સક ઓફિસ મદદનીશ  
ફોન પરના ડૉકટર 212-639-7900
Back to top

Last Updated