ગાલના સ્વેબનો ઉપયોગ કરીને એચએલએ(HLA) નમૂનાઓ એકત્રિત કરવા અને મોકલવા માટેની સૂચનાઓ

Share
Time to Read: About 2 minutes

આ માહિતી હ્યુમન લ્યુકોસાઈટ એન્ટિજેન (એચએલએ) નમૂનાઓ કેવી રીતે એકત્રિત કરીને મોકલવા તે સમજાવે છે.

એચએલએ (HLA) એ એક એવો ટેસ્ટ છે જેનો ઉપયોગ એ નક્કી કરવા માટે થાય છે કે તમે હેમેટોપોએટીક (રક્ત બનાવતા કોષો) સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તેવી કોઇ વ્યક્તિના દાતા બની શકો છો કે નહીં.આ ટેસ્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાતવાળી વ્યક્તિ અને સ્ટેમ સેલ દાતા હોઈ શકે તેવી વ્યક્તિ બંને પર કરવામાં આવે છે.

તમારા એચએલએ(HLA) નમૂનાઓને મેમોરિયલ સ્લોન કેટરિંગ (એમએસકે)માં મોકલ્યા બાદ, તમે દર્દીને સ્ટેમ સેલ દાન કરી શકો છો કે કેમ તે જોવા માટે તે અંગેનો ટેસ્ટકરવામાં આવશે.

એચએલએ(HLA) ટેસ્ટિંગ કિટ

એમએસકે(MSK) દરેક દાતા માટે 1 એચએલએ(HLA) ટેસ્ટ કીટ પૂરી પાડે છે. જો તમે તમારા એચએલએ નમૂનાઓ મોકલી રહ્યા હોવ, તો તમે દાતા છો. જો તમે કોઈ અન્ય વ્યક્તિને તેમના નમૂનાઓ મોકલવામાં મદદ કરી રહ્યાં હોવ, તો તેઓ દાતા છે.

દરેક કિટ નીચેનો પુરવઠો ધરાવે છે:

 • જંતુરહિત કોટન સ્વેબના 2 પેકેટ. દરેક પેકેટમાં 2 સ્વેબ હોય છે. તમામ 4 સ્વેબનો ઉપયોગ કરો.
 • 1 સ્ટરિલ પ્લાસ્ટિક શિપિંગ ટ્યુબ (બ્લેક ટોપ ટ્યુબ)
 • દાતાના કાનૂની નામ અને જન્મ તારીખ સાથેનું 1 પહેલેથી પ્રિન્ટ કરેલું લેબલ
 • નમૂના સંગ્રહની તારીખ અને સમય લખવા માટેની જગ્યાઓ સાથેનું 1 લેબલ
 • 1 પ્રી-પેઇડ, પેડેડ યુપીએસ(UPS) રિટર્ન કવર

નીચેનું સરનામું UPS રિટર્ન કવર પર પહેલેથી જ લખાશે:

પ્રયોગશાળા ચિકિત્સા કેન્દ્ર
હાજરી આપનાર: યેવજેનિયા બેન્સમેન – સ્પેસિમેન લોજિસ્ટિક્સ 1st ફ્લોર
327 ઇસ્ટ 64thસ્ટ્રીટ
ન્યૂ યોર્ક, NY 10065

એચએલએ(HLA) નમૂનાઓ એકત્રિત કરવા

એચએલએ(HLA) નમૂનાઓ એકત્રિત કરતા પહેલાં, ખાધા-પીધા બાદ 1 થી 2 કલાક રાહ જુઓ.

આકૃતિ 1. ટેસ્ટ ટ્યુબ પર સ્વેબ સૂકવવા

આકૃતિ 1. ટેસ્ટ ટ્યુબ પર સ્વેબ સૂકવવા

 1. 2 કોટન સ્વેબનો ઉપયોગ કરીને, એક ગાલના અંદરના ભાગને લગભગ 10 વખત ઘસો. તમે એક સાથે 2 સ્વેબનો ઉપયોગ કરી શકો છો અથવા તમે તેને એક પછી એક વાપરી શકો છો.
 2. બાકીના 2 કોટન સ્વેબનો ઉપયોગ કરીને, તમારા બીજા ગાલના અંદરના ભાગને લગભગ 10 વખત ઘસો.
 3. સ્વેબને બ્લેક ટોપ ટ્યૂબની બહાર મૂકો (જુઓ આકૃતિ 1). સ્વેબને ઓછામાં ઓછા 2 થી 3 કલાક સુધી સૂકવવા દો. તેમને સુરક્ષિત જગ્યાએ રાખો. જો સ્વેબને બ્લેક ટોપ ટ્યુબમાં મૂકતા પહેલાં સંપૂર્ણપણે સૂકા ન હોય, તો તે મોલ્ડનો વિકાસ કરી શકે છે. જો આમ થશે તો ટેસ્ટિંગ માટે તેમનો ઉપયોગ નહીં થઈ શકે.

એચએલએ(HLA) નમૂનાઓ મોકલવા

 1. તમામ 4 સ્વેબને બ્લેક ટોપ ટ્યુબની અંદર મૂકો. ટ્યુબની ટોચ બંધ કરો.
 2. દાતાનું નામ અને જન્મ તારીખ સાચી છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે પહેલેથી પ્રિન્ટ કરેલું લેબલ ચકાસો.
  • જો કોઈ માહિતી ખોટી હોય, તો ખોટી માહિતી છેકી નાખો અને લેબલ પર સાચી માહિતી લખો. કૃપા કરીને સ્પષ્ટ રીતે પ્રિન્ટ કરો.
 3. જ્યારે બીજા લેબલ પર સીધા જ નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા તે તારીખ અને સમય લખો. કૃપા કરીને સ્પષ્ટ રીતે પ્રિન્ટ કરો. જો તમે નમૂનાના સંગ્રહની તારીખ અને સમયનો સમાવેશ ન કરો, તો તમારા નમૂનાઓની પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે.
 4. ટ્યુબની બહારની બાજુએ બંને લેબલો જોડો. ખાતરી કરો કે તેઓ ઓવરલેપ ન થાય. જો ટ્યુબ પ્રાપ્ત થાય ત્યારે બંને લેબલ તેની સાથે જોડાયેલા ન હોય, તો એમએસકે(MSK) તમારા નમૂના પર પ્રક્રિયા કરવા માટે સમર્થ નહીં હોય અને નવા નમૂનાને એકત્રિત કરવાની જરૂર પડશે.
   
 5. લેબલવાળી બ્લેક ટોપ ટ્યુબને રિટર્ન કવરમાં મૂકો. કવરને સીલ કરતા પહેલાં નીચેની વસ્તુઓ ચકાસો:
  • બ્લેક ટોપ ટ્યુબમાં 4 કોટન સ્વેબ છે.
  • બ્લેક ટોપ ટ્યૂબમાં 2 લેબલ છે.
  • લેબલ પરની માહિતી સાચી છે.
  • નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા તે તારીખ અને સમય લેબલ પરની જગ્યાઓમાં લખવામાં આવે છે.
  આ વસ્તુઓ તપાસ્યા પછી, કવરને સીલ કરો.
 6. રિટર્ન કવરને UPS ડ્રોપ-ઓફ સ્થાન પર લાવો. તમે www.ups.com/dropoffપર જઈને તમારું નજીકનું સ્થાન શોધી શકો છો.
  • રિટર્ન કવરમાં શિપિંગ લેબલ પર ટ્રેકિંગ નંબર દર્શાવેલો હશે. એમએસકે(MSK) તેને તમારા પેકેજને ટ્રેક કરવા માટે વાપરશે. જો તમે પણ કવરને ટ્રેક કરવા માંગો છો, તો યુપીએસ(UPS)ને કવર આપતા પહેલાં ટ્રેકિંગ નંબર લખી લો.

વધારાની માહિતી

 • કવરમાં 1થી વધુ બ્લેક ટોપ ટ્યૂબ ન મુકો. જો 1થી વધુ દાતા નમૂનાઓ મોકલતા હોય તો તેમાંના દરેકને પોતાની એચએલએ(HLA) ટેસ્ટિંગ કિટ મળશે. દરેક દાતાએ તેમની પોતાની કીટમાં શામેલ રિટર્ન કવરનો ઉપયોગ કરીને તેમના નમૂનાને પાછા મોકલવા આવશ્યક છે.
 • બધા નમૂનાઓ એમએસકે(MSK) દ્વારા પ્રાપ્ત કરવા અને તેના પ્રક્રિયા કરવી આવશ્યક છે.

જો તમારી એચએલએ(HLA) ટેસ્ટિંગ કિટને નુકસાન થયું હોય, તમારી કિટમાં સામાન ખૂટતો હોય, અથવા તમને કોઈ પ્રશ્ન હોય, તો કૃપા કરીને અમને કોલ કરો.

 • જો દર્દીની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોય, તો પુખ્ત સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ સંબંધિત દાતા માટેની ઓફિસમાં 646-608-4134 પર કૉલ કરો.
 • જો દર્દીની ઉંમર 18 વર્ષથી ઓછી હોય, તો પેડિયાટ્રિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ સંબંધિત દાતા માટેની ઓફિસમાં 212-639-8478 પર કૉલ કરો.

Last Updated

Wednesday, January 4, 2023