તમારા ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટ વિશે

આ માહિતી તમને તમારા ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટની સાર-સંભાળ અને પ્લેસમેન્ટ વિશે જાણકારી આપશે. ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટ એ સેન્ટ્રલ વીનસ કેથેટર (CVC) નો એક પ્રકાર છે.

Back to top

ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટ વિશે

ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટ (“પોર્ટ” તરીકે પણ ઓળખાય છે) એક એવી ફ્લેક્સીબલ ટ્યુબ છે જે તમારી છાતીની નસમાં મૂકવામાં આવે છે. તે તમારા સ્વાસ્થ્યકર્મીઓની ટીમ માટે નીચેની બાબતો સરળ બનાવશે:

 • તમને ઇન્ટ્રાવીનસ (IV, નસ મારફતે) દવાઓ આપવામાં
 • તમને IV ફ્લુઈડ્સ આપવામાં
 • લોહીના નમૂના લેવામાં
 • કેટલાક દિવસો માટે તમને સતત દવાઓ આપવામાં કેટલીકવાર દવાઓ તમારા હાથમાં હોય એના કરતા વધુ મોટી નસમાં આપવી જરૂરી હોય છે. આ પોર્ટ તમારા હૃદયની નજીક મોટી નસ મારફતે દવાઓને તમારા રક્તપ્રવાહમાં જવા દેવામાં મદદ કરે છે.

ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટ્સ સામાન્ય રીતે તમારી જમણી હાંસડીના હાડકાના કેન્દ્રથી લગભગ 1 ઇંચ (2.5 સેન્ટિમીટર) નીચે મૂકવામાં આવે છે. (જુઓ આકૃતિ 1) જો તમે બ્રા પહેરતા હો તો તમારી બ્રાનો પટ્ટો જ્યાં રહેતો હોય તેનાથી લગભગ 1 ઇંચ અંતરે મૂકવામાં આવશે.

આકૃતિ 1. પોર્ટનું સ્થાન

આકૃતિ 1. પોર્ટનું સ્થાન

ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટ વર્ષો સુધી એક જગ્યાએ રહી શકે છે. જ્યારે તમને આગળ જરૂર ન હોય ત્યારે તમારા ડૉક્ટર તમારો પોર્ટ દૂર કરી આપશે.

ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટના પ્રકારો

તમામ ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટ બે ભાગોના બનેલા હોય છે: સેપ્ટમ અને કેથેટર સાથેના પોર્ટ (જુઓ આકૃતિ 2).

 • પોર્ટ એ કેથેટરમાંથી વહેતા તરલનું શરૂઆતી બિંદુ છે. તે તમારા ત્વચાની નીચે બેસાડાય છે અને તેમાં સેપ્ટમ નામનું ઉપર તરફ ઉઠેલ કેન્દ્ર હોય છે. સેપ્ટમ એ એની જાતે સીલ થઈ જતા રબરમાંથી બને છે. આ પોર્ટનો એક ભાગ છે જ્યાં સોય બેસાડવામાં આવશે. તેને એક્સેસ પોઈન્ટ પણ કહેવામાં આવે છે.
 • કેથેટર એ પ્લાસ્ટિકની એક નાનકડી, ફ્લેક્સીબલ ટ્યુબ છે. કેથેટરનો એક છેડો પોર્ટ સાથે કનેક્ટ થયેલ હોય છે અને બીજો છેડો તમારા હૃદય નજીકની મોટી નસમાં બેસાડવામાં આવે છે.
આકૃતિ 2. જુદા જુદા પ્રકારના પોર્ટ્સ

આકૃતિ 2. તમારા પોર્ટના ભાગો

ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટ બે પ્રકારના હોય છે:

 • સિંગલ લ્યુમેન પોર્ટ એ 1 એક્સેસ પોઈન્ટવાળો પોર્ટ છે (જુઓ આકૃતિ 3). મોટા ભાગના લોકો સિંગલ લ્યુમેન પોર્ટ મેળવશે.
 • ડબલ લ્યુમેન પોર્ટ એ 2 એક્સેસ પોઈન્ટવાળો પોર્ટ છે (જુઓ આકૃતિ 3). તમે દરેક એક્સેસ પોઈન્ટમાં એક સોય મૂકી શકો છો. ડબલ લ્યુમેન પોર્ટ એવા લોકો માટે વપરાય છે જેમને 1 કરતા વધારે એક્સેસ પોઈન્ટની જરૂર પડતી હોય છે.
આકૃતિ 3.

આકૃતિ 3. સિંગલ અને ડબલ લ્યુમેન પોર્ટ

મોટા ભાગના ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટ નિકલ અથવા ક્વાર્ટરના કદ જેટલા હશે. આકારમાં તે ગોળાકાર, અંડાકાર કે ત્રિકોણાકાર હોઈ શકે છે. તમારા ડૉક્ટર તમારા માટે અને તમારી સારવાર માટે જે સૌથી વધારે અનુકૂળ હોય એ પોર્ટ પસંદ કરશે. તમારા પોર્ટને BardPort®, Mediport®, PowerPort®, અથવા Port-A-Cath® કહવામાં આવી શકે છે.

પાવર-ઇન્જેક્ટેબલ પોર્ટ

મોટાભાગના ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટને કોન્ટ્રાસ્ટના હાઇ સ્પીડ ઇન્જેક્શન (શોટ્સ) ને આવવા દેવા માટે કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT) સ્કેન અથવા મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજીંગ (MRI) જેવા ઇમેજીંગ ટેસ્ટ દરમિયાન ઉપયોગ કરવા માટે બનાવવામાં આવે છે. આ ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટને પાવર-ઇન્જેક્ટેબલ પોર્ટ કહેવામાં આવે છે.

જ્યારે તમારી અંદર તમારા ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટ મૂકવામાં આવે છે, ત્યારે તે પાવર-ઇન્જેક્ટેબલ પોર્ટ છે કે કેમ એ તમારા નર્સ તમને જણાવશે. તેઓ તમારા ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટ વિશેની માહિતી સાથેના વૉલેટ કાર્ડ પણ તમને આપશે. તમારે તે દરેક સમયે તમારી સાથે રાખવું જોઈએ.

તમારા ઇમ્પ્લાન્ટે કરેલ પોર્ટને એક્સેસ કરવો

જ્યારે તમને IV ફ્લુઇડ અથવા દવાઓની જરૂર પડે છે ત્યારે તમારા નર્સ એક્સેસ પોઈન્ટ મારફત એક સોય તમારા ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટ પર મૂકશે. આને તમારો પોર્ટ એક્સેસ કરવો એમ કહેવામાં આવે છે. (જુઓ આકૃતિ 4). ફ્લુઇડ અથવા દવા કેથેટર મારફતે તમારા ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટમાંથી ખસીને તમારા રક્તપ્રવાહમાં જશે.

પોર્ટમાં એક્સેસ કરવા પ્રશિક્ષિત ન હોય તેવી કોઈપણ વ્યક્તિને તમારા પોર્ટ એક્સેસ કરવા દેશો નહીં.

આકૃતિ 4. તમારા પોર્ટને એક્સેસ કરવો

આકૃતિ 4. તમારા પોર્ટને એક્સેસ કરવો

Back to top

તમારા ઇમ્પ્લાન્ટેડ પોર્ટ મૂકાવા વિશે

તમારી પ્રક્રિયા પહેલા

તમારો પોર્ટ ક્યાં તો ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીમાં અથવા ઓપરેટીંગ રૂમમાં મૂકવામાં આવશે. પોર્ટ પ્લેસમેન્ટ એ ટૂંકી પ્રક્રિયા છે. તે માટે કેવી રીતે તૈયારી કરવી એ તમારા ડૉક્ટર અથવા નર્સ તમને કહેશે.

પ્રક્રિયા પહેલા તમારા હાથમાં IV લાઈન મૂકવાની રહેશે. તમારા IV મારફતે તમને દવા આપવામાં આવશે જેનાથી તમને ઘેન ચઢશે. આ દવા દુ:ખાવા અને બેચેની પર નિયંત્રણ લાવશે.

Remove devices from your skin

If you wear any of the following devices on your skin, the manufacturer recommends you remove it before your scan or procedure:

 • Continuous glucose monitor (CGM)
 • Insulin pump

Talk with your healthcare provider about scheduling your appointment closer to the date you need to change your device. Make sure you have an extra device with you to put on after your scan or procedure.

If you’re not sure how to manage your glucose while your device is off, talk with the healthcare provider who manages your diabetes care before your appointment.

તમારી પ્રક્રિયા દરમિયાન

જે જગ્યામાં ઇમ્પ્લાન્ટેડ પોર્ટ મૂકવાના છે તે ભાગને સાફ કરવામાં આવશે અને લોકલ એનેસ્થેટિક (તમારા શરીરના એક ભાગને સુન્ન કરી નાખતી દવા) વડે તેને સુન્ન કરવામાં આવશે. તમને તમારી ગરદન અને તમારી છાતી પર એમ બે જગ્યાએ લોકલ એનેસ્થેટિક આપવામાં આવશે.

તમારી ગરદનના નીચેના ભાગમાં એક નાનકડો કાપો (સર્જિકલ કટ) મૂકવામાં આવશે. બીજો કાપો તમારી છાતી પર હાંસડીના હાડકાની નીચે મૂકવામાં આવશે. કેથેટર બીજા કાપામાં થઈને પહેલા કાપામાંથી તમારી ત્વચાની નીચેથી પસાર કરી તમારી વેઈનની અંદર પરોવાઈ જાય એ રીતે મૂકવામાં આવશે.

તમારા કાપાને ક્યાં તો ટાંકા (સ્ટિચીસ) વડે અથવા Dermabond®નામના સર્જિકલ ગુંદર વડે બંધ કરવામાં આવશે. જો તમારા પર ટાંકા લેવામાં આવ્યા છે તો એ એની મેળે જ ઓગળી જશે એને દૂર કરવાની જરૂર નહીં પડે.

તમારી પ્રક્રિયા પછી

તમારા કાપાની જગ્યાએ અને તમારી ત્વચાની નીચેથી જ્યાં કેથેટર પસાર કરવામાં આવી છે ત્યાં તમને થોડી અસ્વસ્થતા જેવું લાગી શકે છે. આ દુ:ખાવો 24 થી 48 કલાકની અંદર સારો થઈ જવો જોઈએ. જો તમને એની જરૂર લાગે તો તમે કાઉન્ટર પર મળતી દુ:ખાવાની દવા (એવી દવા જે પ્રિસ્ક્રિપ્શન વગર મળે છે) લઈ શકો છો. મોટા ભાગના લોકોને પ્રિસ્ક્રિપ્શન વાળી દુ:ખાવાની દવાની જરૂર પડતી નથી.

પોર્ટ મૂક્યાના દિવસથી જ જો તમારું પોર્ટ વપરાઈ જશે તો તમારા ડૉક્ટર પોર્ટ પ્લેસમેન્ટ દરમિયાન સેપ્ટમની અંદર એક વધારે સોય દાખલ કરશે. સોય અને પોર્ટને પાટા (ડ્રેસીંગ) વડે ઢાંકી દેવામાં આવશે. સૌથી ઉપરના કાપા પર એક નાનકડો પાટો રાખવામાં આવશે.

તમારા કાપાની જગ્યાની સંભાળ લેવી

જો તમારા કાપાને ટાંકા વડે બંધ કરવામાં આવ્યા છે:

 • તમારી પાસે તમારા કાપાને ઢાંકતા 2 નાના પાટા હશે.
 • તમારા પાટાને એ જગ્યા પર 48 કલાક સુધી અથવા તમારા ડૉક્ટર તમને કહે ત્યાં સુધી મૂકી રાખો.
 • તમારા પાટાને ભીના થવા દેશો નહીં. તમારા પાટા જ્યારે દૂર કરવામાં આવે પછી તમે સ્નાન કરી શકશો.
 • સીટબેલ્ટ પહેરવાથી તમારા કાપા પર દબાણ આવી શકે છે. આમાં મદદ થાય એ માટે તમે તમારા શરીર અને પટ્ટાની વચ્ચે નાનકડો તકિયો કે વાળેલો ટુવાલ મૂકી શકો છો.
 • તમારો ઇમ્પ્લાન્ટેડ પોર્ટ મૂકવામાં આવે એના 3 થી 5 દિવસ સુધી 10 પાઉન્ડ (4.5 કિલોગ્રામ)થી વધારે વજનની કોઈ વસ્તુ ઉંચકશો નહીં.

જો તમારા કાપાને Dermabond વડે બંધ કરવામાં આવેલ હોય:

 • કાપાને ઢાંકવા ટેપનો એક નાનકડો ટૂકડો અથવા પાટો તમારી પાસે હોઈ શકે છે.
 • ટેપ કે પાટાની ઉપરના ભાગમાં કોઈ મલમ લગાડશો નહીં કે કોઈ એડહેસિવ મૂકશો નહીં.
 • Dermabond ને ઉખેડશો કે ખોતરશો નહીં. તે તેની જાતે જ નીકળી જશે.
 • સીટબેલ્ટ પહેરવાથી તમારા કાપા પર દબાણ આવી શકે છે. આમાં મદદ થાય એ માટે તમે તમારા શરીર અને પટ્ટાની વચ્ચે નાનકડો તકિયો કે વાળેલો ટુવાલ મૂકી શકો છો.
 • તમારો ઇમ્પ્લાન્ટેડ પોર્ટ મૂકવામાં આવે એના 3 થી 5 દિવસ સુધી 10 પાઉન્ડ (4.5 કિલોગ્રામ)થી વધારે વજનની કોઈ વસ્તુ ઉંચકશો નહીં.

તમારો કાપો રુઝાઈ ગયા પછી

તમારો કાપો રુઝાઈ જાય તે પછી તમે તમારી રોજની સામાન્ય પ્રવૃત્તિઓ જેમ કે ઘરના કામ, નોકરીની જવાબદારી અને કસરત વગેરે પર પાછા આવી શકો છો. જો સોય મૂકવામાં આવી ન હોય તો તમે તમારા ઇમ્પ્લાન્ટેડ પોર્ટ સાથે તરી શકો છો. એકબીજાના સંપર્કમાં આવવાનું થતું હોય એવી કોઈ રમતો ના રમો, જેમ કે ફૂટબોલ અથવા રગ્બી.

તમારો ઇમ્લાન્ટેડ પોર્ટ તમારી ત્વચામાંથી 1/2 ઇંચ (1.2 સેન્ટિમીટર) ઉપર તરફ બહાર આવી શકે છે. તમારી ત્વચામાંથી તમે તેને અનુભવી શકો છો, પણ જ્યારે તમે વી-ગળાનું શર્ટ પહેરો છો ત્યારે તે કદાચ જોઈ શકાશે નહીં. મોટાભાગના લોકોને ખબર નહીં પડે કે તમે એ મૂકાવ્યું છે.

તમારા ઇમ્પ્લાન્ટેડ પોર્ટની ઉપરની ત્વચાને કોઈ વિશેષ સારસંભાળની જરૂર પડતી નથી. તમે તેને સામાન્યની જેમ જ ધોઈ શકો છો.

જ્યારે તમારા ઇમ્પ્લાન્ટે પોર્ટનો ઉપયોગ કરવામાં આવી રહેલ હોય ત્યારી ઉપરથી સોય દેખાય એવો એક પારદર્શક પાટો તમારી પાસે રહેશે. જ્યારે સોય પોર્ટમાં હોય ત્યારે આ પાટાનો સૂકો અને તેની જગ્યાએ રાખવો આવશ્યક છે. જ્યારે તેનો ઉપયોગ થઈ રહેલ ન હોય ત્યારે તમારે ઇમ્પ્લાન્ટેડ પોર્ટ ઉપર પાટો રાખવાની જરૂર નથી.

તમારો ઇમ્પ્લાન્ટેડ પોર્ટ મેટલ ડિટેક્ટર સામે કોઈ પ્રતિક્રિયા નહીં આપે.

તમારા ઇમ્પ્લાન્ટેડ પોર્ટને પાણીથી સાફ કરવો

જ્યારે ઇમ્લાન્ટેડ પોર્ટનો ઉપયોગ કરવામાં આવતો ન હોય ત્યારે દર 4 અઠવાડિયે નર્સ દ્વાર તેને પાણીથી સાફ કરવો જરૂરી બનશે. કેથેટર બ્લોક ન થઈ જાય એ સુનિશ્ચિત કરવા માટે આમ કરવામાં આવે છે. જો તે બ્લોક થઈ જાય છે તો તે આગળ કામ નહીં કરે અને તેને દૂર કરવું પડી શકે છે.

Back to top

તમારા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટને કોલ કરો જો તમને:

 • તમારા પોર્ટની જગ્યાએ કોઈ નવો દુ:ખાવો થતો હોય અથવા દુ:ખાવો વધતો હોય
 • પોર્ટની જગ્યાએ સોજો હોય અથવા ઉઝરડો વધતો હોય
 • તમારા કાપા(ઓ)માંથી પરું અથવા પ્રવાહી બહાર આવતું હોય
 • જોતા રહો જો તમારા કાપા(ઓ) દાહક, નરમ, લાલાશ પડતા કે બળતરાયુક્ત છે.
 
Back to top

તમારા સ્વાસ્થ્ય સારવાર પ્રદાતાને કોલ કરો જો તમને:

 • 100.4° F (38° C) કે તેથી વધુ તાવ હોય
 • ઠંડી લાગવી
Back to top

Last Updated